યુવાકે પરણીત પ્રેમિકાને માથામાં ધોકો માર્યો, પોલીસે પ્રેમીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી
ગોંડલ હરભોલે સોસાયટીનો યુવાન છેલ્લા 8 માસથી સાથે રહેતી પરિણીત પ્રેમિકાને માથાના ભાગે ધોકો ફટકારી લોહી લુહાણ કરી હતી. ત્યારબાદ સીડીના પગથીએથી લપસી પડી હોવાની વાતો ઘડી કાઢી હતી પ્રેમિકાને સારવાર માટે દવાખાને લઈ ગયો હતો જ્યાં તેનું મોત નીપજ્યુ હતું. પીએમ રિપોર્ટમાં ભાંડો ફૂટતા ગોંડલ શહેર પોલીસ ના PI એમ.આર.સંગાડા ની ટીમે ગણતરીની કલાકમાં પ્રેમી ભાવેશ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવા
ગોંડલ હરભોલે સોસાયટીનો યુવાન છેલ્લા 8 માસથી સાથે રહેતી પરિણીત પ્રેમિકાને માથાના ભાગે ધોકો ફટકારી લોહી લુહાણ કરી હતી. ત્યારબાદ સીડીના પગથીએથી લપસી પડી હોવાની વાતો ઘડી કાઢી હતી પ્રેમિકાને સારવાર માટે દવાખાને લઈ ગયો હતો જ્યાં તેનું મોત નીપજ્યુ હતું. પીએમ રિપોર્ટમાં ભાંડો ફૂટતા ગોંડલ શહેર પોલીસ ના PI એમ.આર.સંગાડા ની ટીમે ગણતરીની કલાકમાં પ્રેમી ભાવેશ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પગથિયેથી લપસી પડી હોવાનું પ્રેમી નું રટણ
ગોંડલ ભગવતપરામાં હરભોલે સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશ બાબુભાઈ જોગરાણીયા ઉ.વ. 44 છેલ્લા આઠ માસથી તેનું ઘર માંડી ને સાથે રહેતી પરિણીત પ્રેમીકા સોનલબેન રમેશભાઈ પલાળીયા સાથે રસોઈ બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ભાવેશે ઉશ્કેરાઈને યુવતીના માથામાં લાકડાનાં ઘોકા નો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી
પીએમ રિપોર્ટમાં હત્યાનો ભાંડો ફૂટયો
સારવાર દરમિયાન ભાવેશે પોલીસ ને ગુમરાહ કરી હતી કે સોનલ સાંઢીયા પુલ પાસે અમારા મકાનની સીડીના પગથિયેથી લપસી પડી હતી એવું સતત રટણ કરતો હતો. પોલીસને આ બાબત શંકાસ્પદ જણાતા સોનલનું પીએમ કરવામાં આવતા રિપોર્ટમાં મહિલાના મૃતદેહમાં અન્ય કોઈ જગ્યાએ બીજા કોઈ ઈજાનાં નિશાન ન જણાતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો ત્યારબાદ ભાવેશે હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.
ગણતરીની કલાકમાં આરોપીને પકડી પાડ્યો
ગોંડલ સીટી પોલીસ ના પીઆઈ મહેશ સંગાડા અને તેમની ટિમ દ્વારા હત્યારા યુવકને ગણતરીની કલાકોમાં હરભોલે સોસાયટીમાં બનાવ સ્થળેથી જ ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 302 જીપીએસ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આપણ વાંચો- અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા મોબાઈલ પ્રતિબંધનો ઓર્ડર કરાયો,મંદિર પાસે હાલ માત્ર 300 જ લોકરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement